યુવા ભાજપનો સક્રિય કાર્યકર પોલીસના સકંજામાં, 1 ફરાર…..
વંથલી શહેર માંથી ગતરાત્રીના પોલીસે બાતમીના આધારે રેડ કરી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નંગ 14 પકડી પાડયો હતો.વંથલીના ખાટકી વાળા વિસ્તારમાં બાતમીના આધારે જુબેર અમીન જેઠવાને પોલીસે 14 નંગ વિદેશી દારૂ સાથે પકડી પાડયો હતો. વધુ પૂછપરછ કરતાં આ દારૂ નાંદરખીના રામા હીરા ભારાઇ પાસે થી લઇ વેચાણ નો ધંધો કરતો હતો.વિદેશી દારૂ બોટલ નંગ 14 સહિત આશરે 9000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો અને અન્ય આરોપી રામા હીરા ભારાઇ ને પકડવા પોલીસે ચક્રો ગતીમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસના સકંજામાં આવેલ જુબેર જેઠવા યુવા ભાજપ નો સક્રીય કાર્યકર હોવાની ચર્ચાઓ ગ્રામજનોમાં થઈ રહી છે.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી


