પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવેલા આવાસમાં ઘર મળવા બદલ
લાભાર્થી અલ્પાબેન પંડયા જણાવે છે કે, અમે છેલ્લા 22 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના
હેઠળ અમને પોતાનું ઘર મળ્યું છે અને અમારું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે,
તે બદલ હું પ્રધાનમંત્રીશ્રી અને સરકારનો આભાર માનું છું.
અંતે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જામનગરમાં “ગુજરાત ગૌરવ દિવસ” ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે સ્ટેશન પાસે ૨૭૨ આવસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના
લાભાર્થીઓને આજે ચાવી સોંપવામાં આવી હતી. જે હસ્તક અનેક લાભાર્થીઓને પોતાનું ઘર મળ્યું છે.


