Gujarat

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા, ૨૬-મી જુન ઈન્ટરનેશનલ ડ્રગ્સ-ડે, ઉજવણી કરવામાં આવી.  

આજરોજ તા.૨૬-મી-જુન, સમગ્ર વિશ્વભરમાં ઈન્ટરનેશનલ ડ્રગ્સ-ડે, ની ઉજવણી કરવામાં આવે છે. નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં સેવનથી થતા આર્થિક-શારિરીક નૂકશાન અંગે આમ, જનતામાં અવરનેશ આવે તે હેતુથી ગુજરાત રાજ્યનાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર દ્વારા સમગ્ર રાજ્ય તથા રેન્જમાં પ્રજા/સમાજમાં જાગૃતિ લાવવા માટે નાર્કોટીકસ પદાર્થનાં દૂરઉપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિષય પર શાળા/કોલેજોમાં વર્કશોપ, પેઇન્ટીંગ કોમ્પીટીશન, એકઝીબીશન,અવેરનેસ પ્રોગ્રામ વિગેરે જેવા કાર્યક્રમો યોજવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ.

   જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ, સાહેબ નાઓનાં માર્ગદર્શન હેઠળ ૨૬-મી જુન ઈન્ટરનેશનલ ડ્રગ્સ-ડે ની ઉજવણી સંદર્ભે જિલ્લાનાં તમામ થાણા અધિ.શ્રીને ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, અને વેચાણ કરતા અટકાવવા સારૂ અને આ માદક પદાર્થોનું સેવન કરવાથી થતા નૂકશાન અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપી ગુજરાત રાજ્યને તથા સમગ્ર અમરેલી જિલ્લાને નશા-મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે. આજરોજ શાળા/કોલેજો/જાહેર સ્થળોએ તથા આમ જનતા જોઇ શકે તે રીતે તથા નાર્કોટીક્સ પદાર્થોના સેવનથી સમાજમાં લોકોને આર્થીક તેમજ સામાજિક અને સ્વાથ્યને નુકશાન થાય જે અંગેની માહીતી આપવામાં આવેલ અને વિદ્યાર્થીઓને આવા વ્યસનોથી દુર રહેવા તથા આ વ્યસનોથી થતા નુકશાન અંગે સમજ કરવામાં આવેલ. તથા સમગ્ર જિલ્લામાં તથા ગ્રામ્ય કક્ષાએ આવેલ શાળા/ કોલેજોમાં વિદ્યાથિઓને પ્રોઝેકટર ઉપર પ્રેઝેન્ટેશન દર્શાવી વિદ્યાર્થીઓને વ્યસનથી વ્યકિત, સમાજ અને દેશને થતાં નુકસાન અંગે માહિતગાર કરી લોક જાગૃતિ કેળવવા પ્રયાશો કરી અવેરનેસ પ્રોગ્રામ યોજી ૨૬-મી જુન ઈન્ટરનેશનલ ડ્રગ્સ-ડે ની ઉજવણી કરવામાં આવેલ છે.
   તેમજ કલેક્ટર કચેરી, SDM કચેરી, DDO કચેરી, જિલ્લા ન્યાયલય, બહુમાળી ભવનમાં આવેલ તમામ સરકારી દફતરો, તથા જિલ્લા જેલ, તથા સેવાકિય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓ વિગેરે તમામ સરકારી અર્ધસરકારી દફતરોનાં અધિકારીશ્રી/કર્મચારીઓએ આ ઉજવણીમાં બહોળા પ્રમાણમાં ભાગ લીધેલ હતો.
   આ ઉપરાંત સમગ્ર અમરેલી જિલ્લા પોલીસ તથા સીવીલીયન્સ સ્ટાફ દ્વારા સોશ્યલ મીડીયાનાં માધ્યમથી તમામ અધિકારી/કર્મચારીઓના પોતાનાં મોબાઇલમાં સ્ટેટસ તરીકે ફોટોગ્રાફ, વિડીયો કલીપ વિગેરે રાખેલ તેમજ વોટ્સઅપ ગૃપમાં ફોટોગ્રાફ, વિડીયો ક્લીપ ફોરવર્ડ કરી બહોળા પ્રમાણમાં પ્રસિધ્ધી કરવામા આવેલ છે તેમજ વ્યક્તિગત પોતાના વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ટેલીગ્રામ વિગેરે સોશીયલ મિડીયાના માધ્યમ દ્રારા પોતાના સમાજ, કુટુંબ,પરિવારના ગ્રુપમાં પણ ફોટોગ્રાફ શેર કરી જાગ્રૃતિ લાવવાનો પ્રયાસ કરાવવામાં આવેલ છે. તેમજ થાણા અધિશ્રીઓ દ્વારા પોત-પોતાના વિસ્તારોમાં આવેલ ગામડાઓના સરપંચ શ્રીઓનો સંપર્ક કરી સોશિયલ મિડીયાના માધ્યમથી સોશિયલ ગ્રુપમાં ફોટાઓ, વિડિયો, વોઇસ ક્લીપ દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેલ છે.
 નશીલા પદાર્થ એટલે બરબાદી તેનાથી દુર રહો.
 નશીલા પદાર્થ જીવલેણ છે. તેનાથી દુર રહો.
 નશીલા પદાર્થ માત્ર બરબાદી તરફ લઇ જશે.
 નશીલા પદાર્થ સામે મજબુર નહિ મજબુત બનો.
 દર વર્ષે સેકડો યુવાનો મિત્રોના પ્રભાવમાં આવી નશીલા પદાર્થની લતને આધિન થાય છે. ભારતમાં દરરોજ લગભગ ૧૦ લોકો નશાના લીધે આપઘાત કરે છે.
 (નશીલા પદાર્થનુ સેવન કે વેચાણ ગંભીર ગુનો છે.)
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *