આજે શ્રી પીઠડ તાલુકા શાળા ના જન્મ દિન નિમિત્તે શાળાની ધો 8ની વિદ્યાર્થીનીઓ એ *ભારતીય પરંપરા મુજબ સાડી દિવસ* ની ઉજવણીના ભાગ રૂપે સાડી પહેરીને આવી. કાર્યક્રમમાં સમગ્ર વર્ષમાં *દરેક વર્ગમાં સૌથી વધુ હાજરી આપનાર વિદ્યાર્થીઓને કે જેઓ એ સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમ્યાન સૌથી વધુ હાજરી આપેલ છે તેઓને શિલ્ડ આપી બિરદાવવામાં આવ્યા* શાળાના આચાર્ય જીનેશભાઈ વખારીયા એ શાળાના *ધોરણ 8 માં STUDENT OF THE YEAR નો એવોર્ડ જાહેર કરી વિજેતા વાઘેલા રીંકલ ચંદુલાલનું નામ જાહેર કર્યું.*
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રાકેશભાઈ ફેફર એ કર્યું અને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું..
*દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ધોરણ 8 ના તમામ 41 વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી ફોલ્ડર ફાઇલ ભેટ આપવામાં આવી.*
*આ વિદ્યાર્થીઓએ પણ સામે શાળા ને ભેટ આપી* જે ખૂબ સરાહનીય બાબત છે.
આ વર્ષે શાળા એ *નવી પહેલ કરી NMMS માં મેરિટ માં આવેલ બંને વિદ્યાર્થીનીઓ વાઘેલા રીંકલ ચંદુલાલ અને જાડેજા પ્રિયાંશીબા રઘુરાજસિંહના વાલી અને વિદ્યાર્થીઓ બંનેનું સન્માન કર્યું*
ધો 8 ની વિદ્યાર્થીનીઓએ પ્રસંગ ને અનુરૂપ ડાન્સ ની કૃતિ રજૂ કરી તેમજ વિદ્યાર્થીઓએ પ્રતિભાવ રજૂ કર્યા.
કાર્યક્રમને સફળ બનાવવા ઋજુતાબેન વામજા અને જયંતીભાઈ વાદીએ ઘણી મહેનત કરી. કાર્યક્રમના અંતે *શાળાના 250 જેટલા બાળકો તેમજ મહેમાનોને શિખંડ પુરી નું તિથિ ભોજન શાળાના પૂર્વ શિક્ષિકા દિનુમતીબેન એન ભટ્ટ તરફથી જમાડવામાં આવ્યું* જમણવાર ને સફળ બનાવવા શાળાના શિક્ષકો વિપુલભાઈ પંચાલ અને રમેશભાઈ પટેલ એ ભારે જહેમત ઉઠાવી.


