Gujarat

ગાંધીધામના ગળપાદર નજીક નદીના પ્રવાહમાં ફસાયેલા ૩ લોકોને બચાવી લેવાયાં

કચ્છ
કચ્છના ગાંધીધામમાં વરસેલો અતિભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. ગાંધીધામના ગળપાદર નજીક ૩ લોકો નદીના ધસમસતા પ્રવાહમાં એવા ફસાયા કે તેમનું બચવું મુશ્કેલ થઇ ગયુ હતુ. નદી તોફાને ચઢી હતી તે જ સમયે આ તમામ લોકો નદી તરફ જતા અટવાઇ ગયા હતા. જેના કારણે તેમનો જીવ જાેખમમાં મુકાયો હતો.જાે કે ફાયર બ્રિગેડના જવાનો તેમના માટે જાણે દેવદૂત બનીને આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો સુરક્ષાના સાધનો સાથે નદી પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ દોરડા અને ટ્યુબની મદદથી ત્રણેય લોકોને રેસ્કયૂ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *