Gujarat

ઊનાના દેલવાડા નજીક ગે.કા. ખનિજ રેતી ભરેલા ૩ ટ્રેક્ટરો તથા પથ્થર ભરેલ ૧ ટ્રક સહીત કુલ રૂ.૩૫ લાખોનો મુદામાલ પકડાયો

ઊનાના દેલવાડા નજીક ગે.કા. ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરો તેમજ ટ્રકમાં ખનીજ પથ્થર ભરી બારોબાર સપ્લાય કરવામાં આવતી હોવાની બાતમી આધારે જીલ્લા ખાણખનીજ વિભાગની ટીમે ૩ ટ્રક્ટરો તેમજ એક ટ્રક ખનીજ સહીત મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
દેલવાડા નજીક સાઇબાબા મંદિર રોડ પર ગે.કા. ખનીજ રેતી ટ્રેક્ટરમાં ભરીને બરોબાર સપ્લાય થતી હોય જેની બાતમી આધારે જીલ્લા ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી સુમીત ચોહાણની સુચના હેઠળ ખાણ ખનિજના એન વી બારડ, ડી કે. ડાભીએ વોચ ગોઠવી હતી.  અને રસ્તા પરથી પસાર થતા ગેરકાયદેસર ખનીજ રેતી ભરેલા ત્રણ ટ્રેક્ટરોને રોકાવી પાસપરમીટ વગર ગે.કા. ખનીજ રેતી ચોરી કરી સપ્લાય કરતા હોવાનું માલુમ પડેલ. જેથી આ ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરો તેમજ કોડીનાર-ઉના હાઇવે પરથી પસાર થતો ટ્રક ગે.કા. ખનીજ પથ્થર ભરીને ચોરવાડ થી દિવ જતો હોય અને કોઇજાતની પાસપરમીટ વગર ટ્રક સહીત કુલ રૂ.૩૫ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

IMG-20231215-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *