Gujarat

બોડેલીમાં બીપરજોય વાવાઝોડા ની અસરથી 30 km ની ઝડપે પવન ફૂંકાયો

બોડેલી પંથકમાં બીપર જોય વાવાઝોડાની અસરથી વાદળ છાયા વાતાવરણમાં વચ્ચે અંદાજિત ત્રીસ કિલોમીટરની ઝડપથી સુસવાટા મારતા પવન ફુકાયા હતા લોકોને ગરમીથી રાહત તો જોવા મળી હતી પણ ભારી બફારાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા હતા બોડેલી સહિત જિલ્લામાં 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે બી પરઝોય વાવાઝોડુ ટકરવાની સંભાવના ને  હવામાન વિભાગે વ્યક્ત કરી છે જો કે વાવાઝોડાની અસરના પગલે બોડેલી પંથકમાં આજે બુધવારે સવારથી જ પવન ફૂંકાવાનું શરૂ થયું હતું વાદળના કારણે લોકોને બફારો પણ સહન કરવાનો વારો આવ્યો હતો હવામાન વિભાગે 15 16 જૂન ના સમયગાળામાં ઝડપી પવન ફુકાવવા સહિત વરસાદની પણ પડવાની આગાહી કરી છે ત્યારે બોડેલી પંથકમાં બીપરજોય વાવાઝોડા ની અસરથી વાદળ છવાયા હતા અને પવન ફૂંકાયા હતા જોકે વાવાઝોડું કેટલું મજબૂત છે તેની તીવ્રતાના આધારે પવનો કેટલા ઝડપથી અથવા કેટલો વરસાદ પડશે તે આવનારો સમય જ બતાવશે તાજેતરમાં જિલ્લા તંત્ર દ્વારા પણ બીપરજોય વાવાઝોડાને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230614154649.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *