Gujarat

પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પરથી ૩૦ થી ૩૫ કરોડની રોકડ તથા જ્વેલરી સિઝ કરાયા

વડોદરા
વડોદરાના બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર ૈં્‌નું સર્ચ એન્ડ કાઉન્ટિંગ સતત છઠ્ઠા દિવસે આજે પણ ચાલુ છે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પર હજુ પર ૈં્‌ની કાર્યવાહી ચાલુ છે. અન્ય સ્થળોએ કાર્યવાહી પુરી થઈ છે. બંને કેમિકલ ગૃહોના માલિકોની ઓફિસોમાંથી ઝડપાયેલા ૩૫ કરોડની રોકડ તથા જ્વેલરી સિઝ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઇન્ટરના ૪૦ બેંક લોકર ખોલશે. હજુ વધુ જ્વલેરી, રોકડ રકમ મળવાની સંભાવના છે.વડોદરામાં આવેલા પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપમાં સર્ચ કરવામાં આવી રહ્યુ છે. વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ આ ગ્રુપના સ્થળો આવેલા છે જ્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ૈં્‌ના ૩૦૦થી વધુ અધિકારીઓ દ્વારા ૪૦થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છેબંને ગ્રુપમાં ડિજિટલ દસ્તાવેજ અને ચોપડા જપ્ત કરી નાણાંકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે. જેમાં કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજાે મળી આવ્યા છે, તો ૩૦થી વધુ લોકરમાંથી મળેલી જવેલરી અને રોકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. ત્યારે તેમની દુબઈમાં આવેલી આ કંપની થકી આયાત નિકાસમાં ગોટાળા થયાની આશંકા રહેલી છે.છેલ્લા છ દિવસથી આવકવેરા વિભાગે વડોદરામાં પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પર દરોડાની કાર્યવાહી શરુ કરી છે. રોજ આ ગ્રુપના અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના ૩૦૦થી વધુ અધિકારી સર્ચની આ કામગીરીમાં જાેડાયેલા છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *