Gujarat

ધારી તાલુકાના ચલાલા ખાતે ચલાલા લોહાણા મહાજન દ્વારા ૩૦મો સરસ્વતી સન્માન  સમારોહ  યોજાયો. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ચલાલા લોહાણા મહાજનના માર્ગદર્શન મુજબ જલારામ યુવક મંડળ દ્વારા તારીખ ૩૦- ૭- ૨૩ અને રવિવારના રોજ ચલાલા લોહાણા મહાજન વાડીમાં રઘુવંશી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો ૩૦ મો  તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો
 આ સમારંભમાં સાવરકુંડલા લોહાણા મહાજનના આગેવાનો ,અમરેલી લોહાણા મહાજન આગેવાનો ,તેમજ જસદણથી  પધારેલ રાજકોટ  શ્રીમતી સોનલબેન વસાણી, રાજકોટથી પધારેલ મહેશભાઈ  નગદીયા,સહીતના  બહારગામથી આગેવાનો આમંત્રણને માન આપીને તેજસ્વી તારલાઓના સન્માન સમારંભમાં હાજરી આપેલ હતી આ તકે લોહાણા મહાજનના મંત્રી પ્રકાશભાઈ કારીયાએ આભાર વિધિ દ્વારા સૌ મહેમાનોનું સ્વાગત કરેલ હતું, મહેશભાઈ નગદીયા ,એડી રૂપારેલ સાહેબ અને સોનલબેન વસાણીએ વક્તવ્ય દ્વારા પ્રેરણાદાયી  માર્ગદર્શન આપેલ.
 અંતમાં ચલાલા લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ સાદરાણીએ સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.
આ સરસ્વતી સન્માન સમારોહમાં કુલ ૨૮ તેજસ્વી તારલાઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ સહિતના ઈનામો આપેલા હતા. અંતમાં સાંજના સૌ જ્ઞાતિ બંધુઓએ સાથે બેસી ભોજન પ્રસાદ લીધેલ હતો એમ સંજય કારીયાની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.

IMG-20230731-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *