Gujarat

જામનગર તાલુકાની ૩૫, લાલપુર તાલુકાની ૨૧, કાલાવડ તાલુકાની ૨૬, જામજોધપુર તાલુકાની ૨૨, જોડિયા તાલુકાની ૧૨ અને ધ્રોલ તાલુકાની ૧૦ ગ્રામપંચાયતો ખાતે કાર્યક્રમોની ઉજવણી કરાશે

જામનગર જિલ્લામાં તા.૯ ઓગસ્ટથી મારી માટી મારો દેશ માટીને નમન વિરોને વંદન અભિયાન
અંતર્ગત કાર્યક્રમોની ઉજવણી શરૂ થઈ છે. ત્યારે તા.૧૦ ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાની સિક્કા નગર પાલિકામાં આવેલ
સિક્કા તળાવ ખાતે સવારે ૧૦:૩૦ કલાકથી કાર્યક્રમો યોજાશે જેમાં શીલાફલકમ, વસુધા વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા અને સેલ્ફી
કાર્યક્રમો તેમજ બપોરે ૧૨:૩૦ કલાકે સિક્કા માધ્યમિક શાળાથી સર્વિસ ચોક થઈ સિક્કા તળાવ સુધી માટી કળશ યાત્રા યોજાશે.
તે જ પ્રકારે સવારે ૧૦:૩૦ કલાકથી કાલાવડ નગર પાલિકા વિસ્તારમાં બાલંભડી વોટરવર્કસ ખાતે કાર્યક્રમો અને બપોરે ૧૨:૩૦
કલાકે નગરપાલિકાથી મ્યુનિસિપલ હાઇસ્કૂલ સુધી માટી કળશ યાત્રા યોજવામાં આવશે.
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ ગ્રામપંચાયતો ખાતે મારી માટી મારો દેશ અંતર્ગત શિલાફલકમ, પંચપ્રણ
પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન અને દવજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૦ ઓગસ્ટના રોજ
જામનગર તાલુકાની ૩૫, લાલપુર તાલુકાની ૨૧, કાલાવડ તાલુકાની ૨૬, જામજોધપુર તાલુકાની ૨૨, જોડિયા તાલુકાની ૧૨
અને ધ્રોલ તાલુકાની ૧૦ ગ્રામપંચાયતો ખાતે કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *