ગોધરા
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના ગોધરામાં સવારે ૧૦ વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા છઁસ્ઝ્રમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા છે.


