ઉના તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સીમર ગામના મીરા મહીલા મંડળના ૪૫૦ બહેનોને ઉનાના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના
સ્વખર્ચે ૯ એસ.ટી.બસ દ્વારા ધાર્મિક તિર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો જેમાં
ધરાવાળીમાં ખોડીયાર મંદિર ધારી, ઐતિહાસિક એવા પરબવાવડી તેમજ સતાધારની યાત્રા કરાવવામાં આવી હતી. આ સમગ્ર ધાર્મિક
તિર્થયાત્રાના આયોજન માટે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હેઠળ જીલ્લા પંચાયતના સદસ્ય
ભાવેશભાઇ ઉપાધ્યાય, યુવા ભાજપાના અગ્રણી ચેતનસિહ રાઠોડ, ભાજપના આગેવાન માલાભાઇ સહીતના બહેનો માટે યાત્રા
દરમિયાન ભોજન, ચા, નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.


