ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે જ્યારે બીજા દિવસે 51 ગજ ની ધજા સાથે દાંતા થી આવેલા યાત્રિકો દ્વારા 51 શક્તિપીઠ ની પ્રદક્ષિણા કરી ગબ્બર થી પગપાળા યાત્રા કરી અંબાજી મંદિર શિખર ઉપર ધજા ચઢાવી અંબાજી ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું હતું કે 51 શક્તિપીઠના દર્શન કરતા 51 ગજની ધજા લઈ યાત્રિકોએ પરિક્રમા કરી હતી અને એ ધજા અંબાજી ખાતે મંદિરના શિખર ઉપર ધજા ચઢાવવામાં આવી હતી ત્યારે આ અવસરે બનાસકાંઠા બનાસ બેન્ક ચેરમેન સવશી ભાઇ ચૌધરી જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યા ભાઇ પિલિયાતર દાંતા ભાજપ પ્રમુખ અમરત જી ઠાકોર દાંતા ડે સરપંચ વિરેન્દ્રસિંહ બડગુજરે મિત્રો સાથે માત્ર બે કલાક મા 51 ગજ ની ધજા સાથે 51 શક્તિ પીઠ ની પ્રદક્ષિણા કરી તડ ઉપરાંત ગબ્બર થી પગપાળા અંબાજી મંદિર પહોંચી માતાજી ને 51 ગજ ની ધજા ચઢાવી માતાજી ના ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*