Gujarat

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારનાં, રામપરા-૨ ગામેથી ગેરકાયદેસર માદક પદાર્થ સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેનો ભુકકો ૬૨.૬૮૩ કિલો ગ્રામ તથા અફીણ ૧.૦૧૮ કિ.ગ્રામ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૨,૧૫,૯૯૯/- નાં જથ્થા એક આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.  

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા તથા ૨૬ મી જુન ઈન્ટરનેશનલ ડ્રગ્સ-ડે ની ઉજવણીનાં ભાગ રૂપે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જેના ભાગ રૂપે એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે.
   જે અનુસંઘાને શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓની જરૂરી સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી.રાઠોડ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાઘનને બરબાદીનાં રસ્તે જતા અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ. તથા એસ.ઓ.જી.ટીમ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, રામપરા-૨ ગામમાં રહેતા સોમાભાઇ ગાંડાભાઇ વાઘ, રહે. રામપરા-૨ તા.રાજુલા જિ.અમરેલી વાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
સોમાભાઇ ગાંડાભાઇ વાધ, ઉવ.૭૨, ધંધો-ખેતી, રહે.રામપરા-૨, રાધા-કૃષ્ણ મંદિરવાળી શેરી, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ ઃ-
   સુકા પોષ ડોડાનાં ખાલી ખોખા તથા તેના ભુકકાનો જથ્થો કુલ વજન-૬૨.૬૮૩ કિલો ગ્રામ કિ.રૂા.૧,૮૮,૦૪૯/- તથા કાળા કલરનો ઘટ્ટ માદક પદાર્થ અફીણ જેનું વજન ૧.૦૧૮ કિ.ગ્રામ કિ.રૂા.૨૫,૪૫૦/- તથા એક ઈલેક્ટ્રીક વજન કાંટાની કિ.રૂા.૧૫૦૦/- તથા એક મોબાઇલ ફોન ની કિ.રૂા.૧૦૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૧૫,૯૯૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વઘુ તપાસ અર્થે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
  આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.બી.રાઠોડ તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, તથા સંજયભાઇ પરમાર, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, તથા પો.કોન્સ.,મહેશભાઇ રાઠોડ, તથા સ્વાગતભાઇ કુવરીયા, તથા પો.કોન્સ.જનકભાઇ કુવાડીયા, દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230628-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *