Gujarat

જોડીયા તાલુકા મથકનો ૬૩ વર્ષ થયા વિકાસ નહીં

છેલ્લા ૬૩ વર્ષ થયા જોડીયા તાલુકા કક્ષાના મથકમાં અનેક સરપંચ બદલાઈ ગયા પરંતુ દિવસે દિવસે જોડીયાની બદ થી બદતર હાલત થતી જાય છે. આટલા વર્ષમાં જોડીયામાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઈટ, રોજગારી, શિક્ષણ કોઈપણ પ્રકારના વિકાસકાર્યો થવા પામ્યા નથી. જયારે હજુ ૪–૬ માસ પુર્વે જોડીયામાંથી રાજ રમત રમી જોડીયા ગામલોકોની સંમતિ વિના અલગ કરેલ લક્ષ્મીપરા  ગ્રામ   પંચાયતમાં હજુ વોર્ડ પણ નકકી થયા નથી સરપંચની ચૂંટણી પણ થઈ નથી તેમ છતા ૧૦ થી ૧૨ સીસી રોડ રાતોરાત બની ગયેલ છે. તેમજ જામનગર હાઈવે થી લક્ષ્મીપરા સુધી સીસી રોડ કરોડોના ખર્ચે બની ગયેલ છે. તો આ મંજુરી કોણે આપી તે પણ શંકાના દાયરામાં છે?? જોડીયા ગ્રામપંચાયતનું સરકારશ્રી પાસે ઓકટ્રોઈની ગ્રાન્ટનું ૨ કરોડ રૂપિયાનું લેણું છે સરકારશ્રીમાંથી તે જોડીયા ગ્રામ પંચાયતને અપાવવા કોઈપણ રાજકારણીઓ મદદરૂપ થયા નહીં અને રાતોરાત કોઈ એકજ સમાજને ફાયદો પહોંચાડવા લક્ષ્મીપરા ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો માટે સરકારે પૈસા ફાળવી દિધા?
જોડીયા ગામના ભુતપુર્વ ઉપસરપંચશ્રી હેમતપરી મગનપરી ગોસ્વામીના જણાવ્યા મુજબ જોડીયા ગ્રામ પંચાયતની ચુંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ થતા સરપંચ તરીકે રુકૈયાબેન બાવલાભાઈ નોત્યાર અને ઉપસરપંચ તરીકે હેમતપરી મગનપરી ગોસ્વામી ચુંટાઈ આવેલ જેમાં પંચાયત બોડીમાં ઉપસરપંચશ્રી હેમતપરી મગનપરી ગોસ્વામીના ૯ સભ્યો તથા બાવલાભાઈ નોત્યારના ૨ સભ્યો તથા ૨ સભ્યો ઈલીયાસભાઈ સમેજાના તથા ૧ બીન હરીફ સભ્ય મળી કુલ ૧૫ સભ્યો આવેલ હતા અને ૧૬ વોર્ડ હતા. આ સમયે શ્રી વલ્લભભાઈ ગોઠી તાલુકા પંચાયત જોડીયાના કારોબારીના ચેરમેન હતા જે હાલમાં પણ છે. આ સમયે શ્રી વલ્લભભાઈ ગોઠીએ ઉપસરપંચશ્રીને એવું કહેલ કે અમારી લક્ષ્મીપરાની નવી ગ્રામ પંચાયત બને તે માટે તમો અમારા વિસ્તારમાંથી ચુંટાઈ આવેલ હોઈ તમારે રાજીનામુ આપવા માટે ઠરાવમાં સહી કરી આપો. જેથી હેમતપરી મગનપરી ગોસ્વામીએ સહી કરી આપેલ પરંતુ હેમતપરી મગનપરી ગોસ્વામીએ બાબતથી અજાણ હતા કે સમગ્ર બોડીનું વિસર્જન થશે અને વહીવટદાર પાસે વહીવટ આવી જશે. પાછળથી શ્રી વલ્લભભાઈ ગોઠીએ એવી અફવા ફેલાવેલ કે પંચાયત નું વિસર્જન કરવામાં અને એક જ ગામમાં બે ગ્રામ પંચાયત કરવામાં હેમતપરી મગનપરીનો જ હાથ છે. ત્યારબાદ તાત્કાલીક ગાંધીનગરથી મંજુર મેળવી લક્ષ્મીપરામાં અલગ ગ્રામપંચાયત બનાવેલ અને ગામના બે ભાગ પડી ગયેલ. ત્યારબાદ લક્ષ્મીપરા ગ્રામ પંચાયત ધ્વારા કોઈપણ પ્રકારના ટેંડર બહાર પાડયા વગર ૧૦ થી ૧૨ સીસી રોડ શ્રી વલ્લભભાઈ ગોઠીએ તેમના પુત્રને બનાવવા માટે આપેલ અને બાપ દિકરો મળી ૧૦ થી ૧૨ સીસી રોડ બનાવવામાં અઢળક રૂપિયા કમાયેલ. જે અંગે તપાસ કરવા લોક માંગણી છે.હાલ જોડીયા ગામની પરિસ્થિતિ ખુબજ બદતર છે. વહીવટદાર ઘ્વારા વહીવટ ચાલે છે અને દર મહીને તલાટી મંત્રી બદલવામાં આવે છે. શ્રી હેમતપરી મગનપરી ગોસ્વામીને ભાજપમાં સભ્ય પદ આપી તેમને અંધારામાં રાખી સમગ્ર પંચાયત બોડીની અજ્ઞાનતાનો લાભ લઈ ગામના બે ભાગ પાડી જોડીયા ગામને બદતર હાલતમાં નાખી દીધેલ છે. જોડીયા ગામમાં નગરનાકાથી રાધાકૃષ્ણ મંદિર સુધીનો કોજવેલ મંજુર થયેલ છે જયાં હાલ મોટું ગાબડુ પડેલ છે ત્યાથી સ્કુલ બસ જીવના જોખમે પસાર થાય છે જેમાં અનેક બાળકોનો જીવ જોખમમાં હોય છે તથા પાઠશાળા શેરીથી બારીશેરી સુધીનો રોડ મંજુર થયેલ છે જે હજુ સુધી બનાવવામાં આવેલ નથી જયારે લક્ષ્મીપરા ગ્રામ પંચાયત હેઠળ આવતા ૧૦ થી ૧૨ સીસી રોડ રાતો રાત બનાવવામાં આવ્યા. જોડીયા ગામમાંથી હાલમાં થયેલ ધારાસભાની ચુંટણીમાં લઘુમતિ સમાજના નાનાવાસ, મોટોવાસ અને મેમણપરા સીવાયના તમામ વિસ્તારોના લોકોએ ભાજપને મત આપેલ તેઓ માંગણી કરે છે કે ફકત પાટીદાર સમાજને જ લાભ થાય તે માટે લક્ષ્મીપરા ગ્રામ પંચાયતને અલગ કરવામાં આવેલ છે તે સીવાય જોડીયા ગામના બાકીના ૨૦ સમાજ છે જેમણે ભાજપને મત વિધાનસભા ચુંટણી બાદ દર્શાવવામાં આવતા મતના હિસાબો ઉપરથઆપેલ છે તે
સ્પષ્ટ જણાઈ આવે છે તો લઘુમતિ સમાજ સીવાય જેમણે ભાજપને મત આપેલ છે તમામ લોકોનો શું વાક? હાલ જોડીયામાં છેલ્લા ૫ વર્ષ થી સ્ટ્રીટ લાઈટ નથી, ભુગર્ભ ગટર છલકાઈને બજાર અને શેરીઓમાં ચાલવા જેવી સ્થિતિ નથી, ભર ચોમાસે પીવાનું પાણી ૧૦-૧૨ દિવસે આવે છે. સફાઈ કોઈ કરતુ નથી. ભૂગર્ભ ગટરના છલકાયેલા પાણીથી ગામ રેલમછેલ છે. સરકારી હાઈસ્કુલનું મકાન કેટલા વર્ષો થયા ખંઢેર હાલતમાં બંધ પડેલ છે. આટ આટલા સફાઈ કામદારોની ગ્રામપંચાયતમાં ભરતી કરવા છતા ભુગર્ભગટરનાં છલકાયેલા પાણીમાં મચ્છરો ખદબદે છે. મેલેરીયા ડેંગુ જેવા રોગોએ માજા મુકી છે. ટેલીફોન એકચેન્જ ધ્રોલ જતુ રહયુ. બેંકનો વહીવટ ધ્રોલ જતો રહયો. બસસ્ટેશન બીસ્માર હાલતમાં છે. અનેક બસો બંધ કરવામાં આવી છે. અપડાઉન કરતા લોકો માટે રાત્રી રોકાણની અમદાવાદ જોડીયા બસ નાઇટહોઇલ્ટ બંધ કરતા રાત્રે ધ્રોલથી જોડીયા પ્રાઈવેટ વાહન બાંધીને આવવું પડે છે. ગામલોકો દર માસે હીજરત કરી રહયા છે. છતા જોડીયાની જનતા પાસેથી ઘરવેરો, પાણીવેરો, લાઇટવેરો, સફાઈવેરો તમામ પ્રકારના વેરા ઉઘરાવવામાં આવે છે. આગામી લોકસભાની ચુંટણીમાં જોડીયા ગામમાં એક પણ રાજકારણીએ મત માંગવા આવવું નહી તેમજ ચુંટણીનો બહીષ્કાર કરવા અંગે ગ્રામજનોમાં ચર્ચાઈ રહયુ છે. જેથી ગ્રામજનોની માંગણી છે કે અમારા વિસ્તારના ચુંટણીમાં ચુંટાયેલા પ્રતિનિધીઓ જોડીયામાં આમ જનતા વચ્ચે બજાર વચ્ચે સભા ભરે અને અમારા ગામના પ્રશ્નોનું નિરાકરણ કરે. એવું પણ ચર્ચાઈ રહયુ છે કે ચુંટાયેલા પ્રતિનિધિઓ જયારે ગામની મુલાકાતે આવે છે ત્યારે જોડીયા ગામના ભાજપના આગેવાનો તેમની ઓફીસમાં તેમને બેસાડી જોડીયામાં બધુ સારુ છે
કહી રવાના કરે છે.
ઉપરોકત બાબતો ગ્રામજનોમાં ચર્ચાઈ રહી છે.
લી.
હેમતપરી મગનપરી ગોસ્વામી
મોબાઈલ – ૯૪૨૮૬૬૭૪૦૧

IMG-20230807-WA0179-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *