ઊનાના ઉંટવાળા ગામમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે એલસીબી એ રેઇડ કરી ૭ શખ્સોને રૂ.૫૦ હજારના રોકડ રકમ સાથે
ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
તાલુકાના ઉંટવાળા ગામમાં ભરત માધુ બાંભણીયા રહે.જાફરાબાદ, દાદુ કલા ગોહીલ, ગંભીર જીલુ ગોહીલ, યોગેશ લખમણ ગોહીલ,
અલ્પેશ બાબુ દુધાત, મસરી સાર્દુલ સાંખટ, હમીર ઉકા સાંખટ રહે.ઉંટવાળા આ તમામ શખ્સો ઉંટવાળા ગામે આવેલ ગાંધી ચોક
વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોય બાતમી આધારે જીલ્લા એલસીબી ટીમે રેઇડ કરતા તમામ શખ્સોને ઝડપી પાડી કુલ
રૂ.૫૦,૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
