National

નાઈજીરિયામાં નમાજ અદા કરતા લોકો પર મસ્જિદની છત પડી, ૭ લોકોના મોત

નાઈજીરિયા
નાઈજીરિયામાં એક મસ્જિદ(ર્દ્બજૂેી)ની છત ધરાશાયી થતાં સાત લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મસ્જિદ ૧૮૩૦માં બનાવવામાં આવી હતી. કડુનાના રાજ્યપાલે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. બચાવ કાર્યમાં જાેડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયાના કડુનામાં શુક્રવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. જરિયા શહેરની ઝરિયા સેન્ટ્રલ મસ્જિદમાં સેંકડો લોકો નમાજ અદા કરી રહ્યા હતા, ત્યારે મસ્જિદની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ ૭ લોકોના મોત થયા છે. ઝારિયાને ઉત્તરી નાઇજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક ગણવામાં આવે છે. રાજ્યની ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. મસ્જિદની છત ધરાશાયી થતાં ૨૩ લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું, જેના કારણે તેની હાલત જર્જરિત હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ ૧૮૩૦માં બનાવવામાં આવી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે મસ્જિદમાં એક ખુલ્લો વિસ્તાર દેખાઈ રહ્યો છે, જ્યાં છતનો એક ભાગ પડી ગયો છે. દુઃખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોને દફનાવવામાં આવ્યા હતા, જ્યારે મસ્જિદમાં તેમના માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કડુનાના ગવર્નર ઉબા સાનીએ અકસ્માતની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે તેઓ હૃદયદ્રાવક ઘટનામાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ કરશે. રાજ્યપાલના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સહાય માટે એક એડવાન્સ ટીમ ઝરિયા પહોંચી ગઈ છે. અહેવાલ મુજબ, ગયા વર્ષે પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં એક ડઝનથી વધુ અકસ્માતો ઇમારતોની નિષ્ફળતાને કારણે થયા હતા. જે બાદ હવે મસ્જિદ તૂટી પડવાની ઘટના સામે આવી છે. દુર્ઘટના પછી, મોટાભાગના અધિકારીઓ દુર્ઘટના માટે બિલ્ડિંગ સેફ્ટી નિયમોનો અમલ કરવામાં અધિકારીઓની નિષ્ફળતાને જવાબદાર માને છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *