Gujarat

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી કિ.રૂ.૭૪,૧૬૦ /-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.  

ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….જે અન્વયે આર.એસ.ડામોર ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વાગલવાડા હલ્દી મહુડી ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭૪,૧૬૦/- નો મુદામાલ સાથે હેરાફેરી કરવા મારૂતી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ફોર વ્હિલર ગાડી સાથે આરોપી ગોરધનભાઇ માલસિંગભાઇ રાઠવાને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230718-WA0183.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *