૧૫ અગસ્ત ને મંગળવાર ના રોજ ૭૭ માં સ્વાતંત્રદીવસ ની ઉજવણી ના ભાગ રૂપે બાલાસિનોર ખાતે આવેલ દાવતે ઇસ્લામી ઇન્ડીયા ના મદ્રસ્તુલ મદીના ફૈઝાન દરીયાઇ દુલ્હા ખાતે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સંસ્થા ખાતે બાલાસિનોર માં આવેલ કૃષના હૉસ્પિટલ ના ડોક્ટર વિમલ પટેલના હસ્તે ધ્વવંદન નો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો. ડૉ વિમલ પટેલ સાહેબ એ રાષ્ટ્રપ્રેમ અને સ્વાસ્થ્ય ના મુદ્દા પર વ્યક્તવ્ય આપ્યું હતું અને વિદ્યાથીઓ અને આવેલ મેહમાનો ને દારુ,વ્યસનમુક્તિ અને માનસિક સાથે શારીરિક કાર્ય કરવું જોઈએ, તે વિશે માહિતગાર કર્યા હતા.અને વિદ્યાર્થિઓ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
મકસુદ કારીગર,કઠલાલ