જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાની અસરના લીધે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ નોંધાયો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા વરસાદની સ્થિતિને લીધે રોગચાળો થવાની સંભાવના છે. રોગચાળો થતો અટકાવવા આરોગ્ય વિભાગ દ્વારા કલોરિનેશન અને હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ૯ તાલુકામાં ૫૯ મેડિકલ ટીમોમાં ૭૮ મેડિકલ ઓફિસર ૧૯૮ પેરામેડિકલ સ્ટાફ અને ૪૯ એમ્બ્યુલન્સ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી
પૂર જોશમાં કરવામાં આવી રહી છે. આરોગ્યની ટીમ દ્વારા ગામમાં પીવાના પાણીમાં ક્લોરીનેશન, ક્લોરીનેશન ટેસ્ટિંગ, હાઉસ ટુ હાઉસ આરોગ્ય લક્ષી સર્વ વેલન્સ, સગર્ભાઓની મુલાકાત, દરેક પેટા આરોગ્ય કેન્દ્ર પર ઓપીડીની કામગીરી અવિરત પણે શરુ છે. જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વાવાઝોડા બાદ સાવચેતીના પગલાં લેવા જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. જેમાં લોકોને ઉકાળેલું પાણી પીવા અને તાજો ખોરાક લેવા બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.


