(ધ્રાંગધ્રા સબ ડીવીજનલ કોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા 8 જિલ્લામાં કર્યો હતો હદપાર)
ધ્રાંગધ્રા : (સિંધુ દિલસે)
ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક પુરોહિત દ્વારા પ્રોહીબીશનનાં ગુના સહીત પેરોલ જમ્પ કરેલ હોય કે હદપારીનો ભંગ કરતા હોય તેવા ઈસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સખત આદેશ કરવામાં આવેલ છે ત્યારે સીટી પોલીસના કોન્સ્ટેબલ ટી એમ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ વી જી પરમાર આંબેડકર નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. રાત્રે 8 વાગ્યાં આસપાસ આંબેડકર હોલ પાસે થાંભલાની લાઈટનાં ઉજાસમાં એક ઈસમને શંકાસ્પદ હરકત લાગતા તેની પાસે જઈને પ્રારંભિક પૂછપરછ કરી હતી જેમાં ઈસમ પોતે ધ્રાંગધ્રા સબ ડીવીજનલ કોર્ટ નાં મેજિસ્ટ્રેટનાં હુકમ થી તારીખ 30/04/2021થી પોતે સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ મોરબી, રાજકોટ અમદાવાદ ગ્રામ્ય તથા શહેર, બોટાદ અને મહેસાણા જિલ્લામાં 2 વર્ષ માટે હદપાર થયેલ રાજેશ ઉર્ફે બળેલો પાલજીભાઈ મકવાણા હોવાનું જણાવ્યું હતું. જે આધારે બંને કોન્સ્ટેબલ દ્વારા પંચો ને બોલાવી પંચોની હાજરીમાં ઈસમનું નામ ઠામ પૂછી સંપૂર્ણ હકીકત સાથે પંચનામું કરી ધોરણ સરની કાર્યવાહી બાદ અટક કરેલ હતો
