Maharashtra

‘જવાન’ ફિલ્મમાં ૯ હસીનાઓનો દેખાશે જલવો, એકના નામે તો છે ગ્રેમી નોમિનેશન

મુંબઈ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ટીઝરમાં એક વાતે સૌકોઇનું ધ્યાન ખેંચ્યુ છે અને તે છે ફિલ્મની એક્ટ્રેસીસ. એક-બે નહીં ઘણા ખાસ ચહેરા એટલી કુમારની આ ફિલ્મમાં જાેવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે આ એક્ટ્રેસીસ એક્શન પેક્ડ અવતારમાં જાેવા મળી રહી છે. સૌથી પહેલા ફિલ્મની લીડ એક્ટ્રેસ નયનતારાની વાત કરીએ. તે ‘જવાન’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે કૉપના રોલમાં જાેવા મળશે અને તેમાં તેના ઘણા એક્શન સીક્વન્સ છે. તે એટલી કુમારની ફેવરેટ એક્ટ્રેસીસમાંથી એક છે. આ ફિલ્મની બીજી ખાસ એક્ટ્રેસ છે દીપિકા પાદુકોણ. જાે કે તેમાં તે કેમિયો કરી રહી છે પરંતુ ટીઝરમાં તેની ઝલક જાેઇને લાગી રહ્યું છે કે તે દમદાર અવતારમાં જાેવા મળશે. સાથે જ તે શાહરૂખની લકી ચાર્મ પણ માનવામાં આવે છે. તેથી તે આ ફિલ્મમાં અલગ અંદાજમાં જાેવા મળશે. ફિલ્મની ત્રીજી દમદાર એક્ટ્રેસ છે પ્રિયામણિ. પોતાની એક્ટિંગના દમ પર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો ડંકો વગાડનાર પ્રિયામણિ પણ ‘જવાન’માં એક્શન રોલમાં જાેવા મળશે. આ ઉપરાંત શાહરૂખ સાથે તેનું ખાસ કનેક્શન છે. તે તેની સાથે ફિલ્મ ‘ચેન્નઇ એક્સપ્રેસ’માં ‘વન ટુ થ્રી ફોર…’ સોન્ગમાં જાેવા મળી ચુકી છે. ‘દંગલ ગર્લ’ સાન્યા મલ્હોત્રા આ લિસ્ટમાં ચોથુ મોટુ નામ છે. સાન્યાએ ઘણા ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં જ તે ‘કટહલ’માં જાેવા મળી હતી. હવે ‘જવાન’માં તે અલગ જ અંદાજમાં જાેવા મળશે. ટીવીની દુનિયાનું જાણીતુ નામ રહેલી રિદ્ધિ ડોગરા પણ ફિલ્મ ‘જવાન’માં ખાસ રોલમાં જાેવા મળશે. પોતાના કેરેક્ટરને લઇને હાલ રિદ્ધિએ મૌન સેવી રાખ્યુ છે. સંજીતા ભટ્ટાચાર્ય પણ ‘જવાન’માં ખાસ કેરેક્ટરમાં જાેવા મળશે. તે એક્ટર હોવાની સાથે એક ઉમદા સિંગર પણ છે અને તેને ગ્રેમી અવોર્ડ માટે નોમિનેશન પણ મળી ચુક્યું છે. એટલી કુમારની ફિલ્મમાં ઘણા ખાસ ચહેરા જાેવા મળશે. તેમાં ગિરિજા ઓક, આલિયા કુરેશી અને લહેર ખાન જેવા નામ સામેલ છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *