Gujarat

ગીરગઢડાના ધ્રાબાવડ થી કરેણી ગામે જતાં રસ્તા પર આાવેલ વાડીમા ૯ જુગારીઓ રૂ.૩.૧૦ લાખના મુદામાલ સાથે ઝડપાયા….

ગીરગઢડાના ધ્રાબાવડ થી કરેણી ગામે જતાં રસ્તા પર આવેલ વાડીમા પડતર જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે
ગીરસોમનાથ જીલ્લા એસ સી બી ટીમે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ રકમ સહીત કુલ રૂ.૩.૧૦ થી વધુના મુદામાલ સાથે ૯ શખ્સોને
ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ધ્રાબાવડ થી કરેણી ગામે જતાં રસ્તા પર આવેલ વાડીમા પડતર જગ્યામાં જુગાર રમાતો હોવાની
બાતમી આધારે જીલ્લા એલ સી બી ટીમે રેઇડ કરતા મુકેશ પરસોત્તમ નસીત રહે. ધ્રાબાવડ, મનસુખ સામત ભાલીયા રહે. સનવાવ,
રજનીકાંત પરસોતમ પરમાર, નરશી જાદવ પરમાર રહે. સનવાવ, કાળુ ડાયા સાંખટ રહે. વડવીયાળા, આ શખ્સોને ઝડપી પડેલ હતા.
જ્યારે આ સીવાયના લાલા દુધાત, બીપીન જમનાદાસ રહે.સનવાવ, ચંદુ બોલેરો વાળા રહે.વેળાકોટ, નયન ઉર્ફે નાનુ વાજા
રહે.આંકોલાલી નાશી છુટ્યા હતા. આ જુગાર ધામમાંથી રોકડ રકમ, ૫૧.૩૭૦, બાઇક ૬, મોબાઇલ ૪ તેમજ જુગાર સાહીત્ય
સહીત કુલ કિ.રૂ. ૩,૧૦,૦૭૦ ના મુદામાલ સાથે ૬ શખ્સોને ગીરસોમનાથ જીલ્લા એલ.સી.બીના પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ
વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતના ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *