National

દમણમાં ૯ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

દમણ
ગુજરાતમાં ચારેકોર મેઘતાંડવ જાેવા મળી રહ્યું છે. અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા તો મોટી સંખ્યામાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સંઘપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. દમણમાં ૯ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. છેલ્લી મોડી રાતથી બપોર સુધી ૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી દમણના જાહેર રસ્તાઓ પર પાણી ભરાયાં છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ સાથે ઘરોમાં પણ પાણી ભરાયાં છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાને કારણે તંત્ર પણ દોડતુ થયું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જાેવા મળી રહ્યું છે. સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે. જેના કારણે વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. વાપી નગરપાલિકાની ૧૪થી વધુ ટીમો પાણી નિકાલના કામે લાગી છે. ભારે વરસાદને લઈને જિલ્લામાં ૧૦ રસ્તાઓ બંધ કરાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *