Gujarat

જેતપુરના અમરાપર ગામે વાડીમાં જૂગાર રમતા ૯ પકડાયા  

૩.૪૦ લાખનો મુદામાલ કબ્‍જે
વાડી માલિક લાલજી ઉસદડીયા જૂગાર રમાડતો’તો ૭૮ હજારની રોકડ, કાર અને બે બાઇક કબ્‍જે
જેતપુરના અમરાપર ગામે વાડીમાં ચાલતા જુગારના અખાડા પર તાલુકા પોલીસે રેઇડ કરી રૂા. ૩૩.૪૦ લાખના મુદામાલ સાથે ૯ શખ્‍સોને ઝડપી લીધા હતાં.
તાલુકા પોલીસ પ્રો.આઇ.પી.એસ. સંજય કેશવાલા સ્‍ટાફના હાર્દિકભાઇ,સંજયભાઇ પરમાર, ચેતનભાઇ ઠાકોર, પ્રવિણભાઇ આગરીયા, અરવિંદસિંહ સહીતનાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન બાતમી મળેલ કે અમરાપર ગામની સીમમાં આવેલ લાલજી માધા ઉસદીયાની વાડીમાં જૂગારનો અખાડો ચાલતો હોય તે આધારે જૂગારની રેડ કરતા વાડીની ઓરડીમાં જૂગાર રમતા મહાવીર જીલુભાઇ ખુમાણ (અમરાપર), સતીષ રણછોડ સાકરીયા (ખારચીયા), મુકેશ પાલાભાઇ જાદવ (બોરડી સમઢીયાળા), મહેન્‍દ્ર વજુભાઇ રૂપાપરા (જેતપુર), રવી સુરેશભાઇ બુટાણી (બોરડી સમઢીયાળા), યોગીરાજ રામકુભાઇ કોટીલા (જેતપુર) ગીરીશ ગોવિંદભાઇ જાદવ (બોરડી સમઢીયાળા), હિતેશ મનસુખભાઇ સાવલીયા (બોરડી સમઢીયાળા) તથા વાડી માલીક લાલજી માધાભાઇ ઉસદડીયા તમામ શખ્‍સોને રોકડ રકમ ૭૮,રપ૦ મોબાઈલ ૮ જેમની કિંમત રૂા.રર,૦૦૦, મો.સા. ૨ જેમની કિંમત રૂા. ૪૦,૦૦૦ તેમજ કાર જેમની કિંમત રૂ.ર લાખ કુલ મળી રૂા. ૩,૪૦,રપ૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પોલીસની રેડથી પતાપ્રેમીઓમાં ફફડાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *