Gujarat

દરિયાકાંઠાના 22 ગામોમાં સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરીમાં મદદરૂપ થવા પહોંચ્યા 'આપદા મિત્ર' ની તાલીમથી સજ્જ 91 હોમગાર્ડ જવાનો

જામનગર જિલ્લાની વર્તમાન બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઇ જિલ્લાના સંભવિત સૌથી
વધુ અસરગ્રસ્ત તેમજ દરિયાકાંઠાના 22 ગામોમાં જિલ્લા કલેક્ટરશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રી ની સૂચના અનુસાર જામનગર
જિલ્લા હોમગાર્ડઝના "આપદા મિત્ર" ની તાલીમથી સજ્જ 166 જવાનો મદદરુપ થવા પહોંચ્યા છે. દરેક ગામમાં રાઉન્ડ ધ
ક્લોક ચાર હોમગાર્ડઝ જવાનો સતત ફરજ બજાવશે. આમ કુલ 88 હોમગાર્ડઝ જવાનો તથા લાયઝનમાં 3 અધિકારી શ્રી કમલેશ
ગઢિયા,ચંદ્રેશ ગોસ્વામી, હિમાંશુ પુરોહિત મળી કુલ 91 આપદા મિત્ર જવાનો જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશ ભીંડીની
સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ હાલ દરિયાકાંઠાના ગામો કોઠારીયા, માણામોરા, ભીમકાટા, જામસર, ખીરી, બાલાચડી,
જોડિયા, બાદનપર, ખીજડિયા, સચાણા, મૂંગણી, ગાગવા, બેડ, વસઈ, સરમત, દિગ્વિજય ગ્રામ, ગોરધનપર, ઢીંચડા, ખારા
બેરાજા, નવા નાગના, સિંગચ, જાખર સહિતના ગામોમાં ફરજ બજાવી રહ્યા છે.અને ગામમાં સ્થળાંતર, બચાવ અને રાહતની
કામગીરી જેવી ફરજો બજાવી હોમગાર્ડઝના "નિષ્કામ સેવા" ના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરી રહ્યા છે.

1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *