જામનગર
જાેડીયાના એક ગામમાં યુવાને સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે બાળકીએ તેના પિતાને જાણ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. જે બાદ બાળકીના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પોલીસને ફરીયાદ મળતા ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જાેડિયા તાલુકાના મેઘપર ગામમાં એક યુવાને બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બન્યો હતો. સાત વર્ષની બાળકી પર ગામના જ ૩૨ વર્ષના એક નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના એવા સમયે બની જયારે બાળકીના પિતા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા હતા અને બાળકી એકલી હતી. બાળકીની એકલતાનો લાભ લઇ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમની હેવાનિયતને કારણે બાળકીને ઈજા પહોંચી હતી.

