Gujarat

જેતપુરમાં 40 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, 

કારખાનામાં કામ કરતી વખતે અચાનક ઢળી પડયો યુવક
રાજ્યમાં ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે જેતપુરમા એક કિસ્સો સામે આવ્યો છે. જેતપુરમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયું છે. યુવકની લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર જેતપુરના જોડિયા હનુમાન મંદિર પાસે 40 વર્ષીય અશોક ચૌધરી નામનો યુવાન સાડીના કારખાનામાં કામ કરી રહ્યો હતો એ વેળાએ હાર્ટએટેક આવતા સ્થળ પર ઢળી પડ્યો હતો, જેમને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં હાજર પરના ડોક્ટરે મૃત જાહેર કરતા. યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.જેતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

IMG-20230826-WA0003-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *