Gujarat

વિરમગામના ૪૫ વર્ષીય પીએસઆઈનું હાર્ટએટેકથી મોત

વિરમગામ
છેલ્લા થોડા સમયથી નાની વયના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ૪૫ વર્ષીય પીએસઆઈ કે.એન.કલાલને આજે સવારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું. તેઓ છેલ્લા ૧૦ મહિનાથી વિરમગામ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ શહેર એસોજીમાં પણ સેવા આપી ચૂક્યા છે. તેમના નિધનથી પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

File-02-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *