Gujarat

રાણપુરના સુંદરીયાણા ગામે ૬૫ વર્ષિય વૃધ્ધ મહીલા ઉપર લુંટ ના ઈરાદે છરી વડે હુમલો..

બોટાદ જીલ્લા SP, DYSP, LCB સહીતનો પોલીસ કાફલો સુંદરીયાણા ગામે દોડી ગયો, વૃધ્ધ મહીલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે એક વૃધ્ધ મહીલા ઉપર અજાણ્યા ઈસમોએ છરી વડે હુમલો કરતા ૬૫ વર્ષિય વૃધ્ધ મહીલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.આ બનાવ અને મળતી માહીતી મુજબ રાણપુરના સુંદરીયાણા ગામે ૬૫ વર્ષની વૃધ્ધ મહીલા પોતાના ઘરે એકલા રહેતા હતા.ત્યારે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘુસી લુંટ ના ઈરાદે છરી વડે આ વૃધ્ધ મહીલા ઉપર હુમલો કરી નાસી છુટ્યા હતા.અને આ બનાવની જાણ લોકોને થતા લોકોના ટોળા મહીલાના ઘર પાસે એકઠા થયા હતા.ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃધ્ધ મહીલા ને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસ ને થતા બોટાદ SP કીશોર બળોલીયા,DYSP મહર્ષિ રાવળ,LCB.PI ટી.એસ.રીઝવી રાણપુર PSI એસ.જી.સરવૈયા સહીતનો પોલીસ કાફલો સુંદરીયાણા ગામે દોડી ગયો હતો.અને ક્યા કારણો સર વૃધ્ધ મહીલા ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે. અને આરોપીઓને ઝડપી પાડ્યા ચક્રોગતિમાન કર્યા છે….

Picsart_23-07-18_19-34-11-013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *