Gujarat

જામનગર જિલ્લાના ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે આગામી તા.૦૩ ઓક્ટોબર સુધી પ્રતિબંધ જાહેર કરાયો

જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ
અતિ- સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ ૧૧ દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર
૧ પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ
નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ હોવાથી ત્યાં અવાર- નવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો
અવર- જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક
પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આશ્રય મેળવે છે, અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા
ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.

જામનગર જિલ્લાના ૧૧ ટાપુઓ પર પ્રવેશ અંગે આગામી તા.૦૩ ઓક્ટોબર સુધી

પ્રતિબંધ જાહેર કરાયો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *