Gujarat

SG હાઇવે પર અચાનક આખલો આવી જતા કારચાલકે કાબૂ ગુમાવ્યો, થયો મોટો અકસ્માત

અમદાવાદ
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને આખલો ઉછળીને કારની બોનેટ પર પડ્યો હતો. અકસ્માતમાં આખલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જાયા બાદ ટોળું ઉભું હોવા છતાં કાર ચાલક ગાડીમાંથી નીકળતા પહેલા ગાડી આગળ લઇને રિવર્સ લીધી હતી. કાર ચાલક લોહીલુહાણ હાલતમાં હતો છતાં કારની બહાર આવતો ન હતો. કારચાલક ઈજાગ્રસ્ત હોવાથી તાત્કાલીક સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ આવ્યા બાદ કાર ચાલક કારમાંથી બહાર આવ્યો હોવાની માહિતી મળી છે. તો કાર ચાલક બળદેવ પોતાનું નામ કહ્યું અને તે આઇટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત તેને અકસ્માતની જાણ ઘરે ન કરવા જણાવ્યુ હતુ, ” મારે કોઈને ફોન કરવો નથી મારી પત્ની એકલી છે ચિંતા કરશે “. અકસ્માતના સમયે મદદ આવેલા સ્થાનિકો ડરના કારણે ડિવાઈડર પર ઉભા રહ્યા હતા.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *