કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં ગણપતિ યુવક મંડળ દ્વારા મોટીઝેર ગ્રામપંચાયત ખાતે રકતદાન કેમ્પનું આયોજન કપડવંજ રેડક્રોસ બ્લડ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું.
જેમાં શાહ પ્રાંશુ કમલેશભાઈ, મયુરભાઈઝાલા, નિકુલભાઈ, લોન્ચ જતીનભાઈ સહિત મોટીઝેર ગામના યુવાનો દ્વારા સ્વૈચ્છિક રકતદાન થકી આશરે ૧૬ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્લડબેંકના મેડિકલ ઓફિસર ડો.મનુભાઈ ગઢવી, ટેકનિકલ ઓફિસર રાહુલભાઈ પરમાર,મેઘા શાહ, કૈલાશબેન શર્મા,ચિરાગ પરમાર, વસંતભાઈ ભટ્ટ તેમજ સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.


