Gujarat

ધરમપુરના સાડળવેરા નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારી ગઈ

૨૬ વિદ્યાર્થીઓ, ડ્રાઇવર અને કંડકટરને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે સુરતના કોલેજના વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો છે. ધરમપુરના સાડળવેરા નજીક વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારતા ૨૬ વિદ્યાર્થીઓને ડ્રાઇવર અને કંડકટરને ઈજા પહોંચતા સારવાર અર્થે ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરત ખાતે આવેલી જીફદ્ગૈં્‌ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બે બસમાં આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આવેલ ખોબા ગામ ખાતે દ્ગઝ્રઝ્ર કેમ્પમાં જઈ રહ્યા હતા.

જે દરમિયાન ધરમપુર તાલુકાના સાડળવેરા ગામ નજીક વિદ્યાર્થીઓ ભરેલી એક બસની બ્રેક ફેલ થઈ જતા સાડળવેરા ગામ ખાતે બસ ખીણમાં પલટી થઈ હતી. બસ ખીણમાં પલટી થતાં તાત્કાલિક સ્થાનિકો દોડી આવી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

૨૬ જેટલા વિદ્યાર્થીઓમાંથી ૨૪ જેટલા વિદ્યાર્થીઓને ઈજા પહોંચવા પામતી સાથે ડ્રાઇવર અને કંડકટરને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક વિદ્યાર્થીને સર્જરીની જરૂર હોવાના કારણે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે તો અન્ય વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચતા તમામ વિદ્યાર્થીઓને સારવાર અપાઈ ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસના થતા વલસાડ ડીવાયએસપી સહિત પોલીસની ટીમ રાજચંદ્ર હોસ્પિટલ ખાતે પહોંચી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *