Gujarat

વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે રાજસ્થાનમાં દર્શન કરવા જઈ રહેલા વેપારી દંપતીનું અકસ્માતમાં મોત

મહેસાણા
આજે મહેસાણાનો વિજાપુર હાઈવે ફરી રક્તરંજિત થયો. વતન રાજસ્થાનમાં દર્શન કરવા જઈ રહેલા વેપારી દંપતીનું અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. કલોલના વેપારીની કારને વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર દંપતી તથા ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વહેલી સવારે વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે અકસ્માત થયેલી ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો. કલોલના અને મૂળ રાજસ્થાની વેપારીની કારને અકસ્માત નડ્યો હતો. વેપારી અને તેમના પત્ની વતન રાજસ્થાનમાં દર્શન કરવા જવા નીકળ્યુ હતું. ત્યારે પહેલેથી જ અકસ્માત થઈને પડેલી ટ્રક સાથે કાર ભટકાઈ હતી. ટ્રકમાં કાર ઘુસી જતા કારમાં સવાર દંપતીનું મોત નિપજ્યું હતું. તેમજ કારમાં સવાર દંપતી સાથે ડ્રાઈવરનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આમ, ગમખ્વાર અકસ્માતથી વિજાપુર રણછોડપુરા ચોકડી પાસે ભારે ભીડ જમા થઈ હતી. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી. આ અકસ્માત અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *