આધારકાર્ડ સરકારની વિવિધ યોજનાઓ મા ઉપયોગ થતો હોય છે. જેથી આજરોજ કોટડાસાંગાણી તાલુકા ના શાપર મા ભારત ડેરી સામે આવેલ સ્માર્ટ આંગણવાડી ખાતે નાના બાળકો ના આધાર નવા કઢાવવા માટે કેમ્પ યોજાયો હતો.જેમાં 22 થી વધું લાભાર્થીઓ એ નવા આધાર કાર્ડ કઢાવેલ હતા. આ તકે શાપર ના સરપંચ જયેશભાઈ કાકડિયા તેમજ આધારકાર્ડ ના ઓપરેટર કૌશિકભાઈ ગોહેલ અને આંગણવાડી ના બહેનો સહીત જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર


