Gujarat

મહુધા કોલેજમાં સમર્પણ ધ્યાન અંગેની શિબિર યોજાઈ‌.

મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, મહુધા ખાતે તાજેતરમાં IKS Cell  અંતર્ગત સમર્પણ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનાર મહેમાનશ્રીઓનું શાબ્દિક – પુષ્પગુચ્છથી સ્વાગત કોલેજના આચાર્ય ડો.કે.એસ.દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે  શૈલેષભાઈ મોદી, વનિતાબેન મોદી, પરેશભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, પ્રીતિબહેન દવે તથા ડો.મહેશભાઈ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓને ધ્યાન-યોગથી પ્રાયોગિક તાલીમ તથા સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત સાધકો દ્વારા શરીર-મન- અધ્યાત્મનો વિજ્ઞાન સાધેનો સંબંધ ક્યાં-કેવો રહ્યો છે તે બાબતે ગંભીરતાપૂર્વક વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. વધુમાં વિદ્યાર્થીઓને ધ્યાનની માનવજીવનમાં ઉપયોગિતા પર વિગતે વાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેકટર ડો.મહેશભાઈ.જી.પટેલે પણ અધ્યાત્મ અને વિજ્ઞાનના પોતાના યોગ-ધ્યાનના અનુભવોને રજૂ કરી  વાતની સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.બી.જી.પટેલ અને આભારવિધિ પ્રા.આર.જે.પટેલ દ્વારા કરવામાં આવી હતી.
મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230827-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *