Gujarat

જામકંડોરણા ના દુધીવદર ગામ પાસે ફોફળ ડેમ કાઢીયા પર અકસ્માત ઝોન બનેલાં કોઝવેની સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી.  

ચાલું વર્ષે જામકંડોરણા પર કુદરત મહેરબાન હોય સારા વરસાદ થી જામકંડોરણા પંથકના નદી નાળા ચેક ડેમ છલ્લોછલ ભરાય ગયા છે જેમ જામકંડોરણા ધોરાજી ની પીવા લાયક પાણી પુરુ પાડતો ફોફળ ડેમ ધણાં સમય પહેલા ઓવરફ્લો થયેલો છે જેથી ફોફળ ડેમ ના કાઢીયા પર શેવાળ જામી જતાં આ પુલ પરથી ચાલવું મુશ્કેલ બન્યું હતું જામકંડોરણા થી જેતપુર જવા આવવા નો સૌથી શોર્ટકર્ટ આ રોડ છે ખેડૂતો રાહદારીઓ અને વાહન ચાલકો ને આ ફોફળ પુલ પર પસાર થવું એટલે અકસ્માત ને આમંત્રણ આપવા સમાન બન્યો હતો. કપાસ ભરેલાં ટ્રક બે દિવસ પહેલા જ આ પુલ પરથી પસાર થઈ રહ્યો ત્યારે શેવાળ ને કારણે ટ્રેક પલ્ટી મારી હતી સદ્ નસીબે કોઈ જાન હાની થઈ ન હતી જામકંડોરણા જેતપુર વિસ્તારના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને લોકો દ્વારા આ પરીસ્થિતી ધ્યાન માં લાવતા તાત્કાલિક આ ફોફળ પુલ ની સાફ સફાઈ નું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે જયેશભાઈ રાદડિયા જણાવ્યું હતું કે જ્યાં સુધી ફોફળ ડેમ ઓ અાવરફ્લો ચાલું છે ત્યાં સુધી  બેફીકરાઈથી વાહન ચલાવીને  પુલ પર પસાર થવું હીતાવહ નથી ચોમાસા દરમ્યાન સલામતી રાખવા જયેશભાઈ એ લોકો ને અપીલ કરી હતી
અતુલ લશ્કરી જામકંડોરણા

IMG-20230816-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *