Gujarat

અમદાવાદના બોપલ વિસ્તારમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા

અમદાવાદ
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં એક કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે કાર હંકારીને વાહનોને અડફેટે લીધા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો. કાર ચાલકે વહેલી સવારે જ એક કાર ચાલકે આ અકસ્માત સર્જયો છે. ભરચક વિસ્તારમાં જ ઝડપી ગતીથી વાહન હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. કાર ચાલકે ત્રણ વાહન ચાલકોના જીવને જાેખમમાં મુકી દીધા હતા. ઘટનાનો ઝ્રઝ્ર્‌ફ વીડિયો વાયરલ થયો છે. અને જેને લઈ લોકોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ રોષ ફેલાઈ રહ્યો છે. હજુ તથ્ય પટેલ જેવા નબીરાએ સર્જેલા ગમખ્વાર અકસ્માતની શાહી સુકાઈ નથી, ત્યાં આ પ્રકારે વાહન હંકારનારા અને સ્ટંટ કરનારાઓના વીડિયો હજુ પણ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈ લોકોમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસે પણ કડકાઈ ભરી કાર્યવાહી હાથ ધરી છે અને હવે સ્ટંટ કરનારા અને ઝડપી ગતિએ વાહન હંકારનારાઓની સામે કાર્યવાહી હાથ ધરી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *