Gujarat

કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફ સ્કીલ યોજવામાં આવ્યો             

દેવગઢ બારીઆ તાલુકાની  કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઇફ સ્કીલ અંતર્ગત બાળકોને વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન અને નિદર્શન કરાવવામાં આવ્યું.જીવનમાં કોઈ પણ કાર્ય અશક્ય નથી જેને શીખવું જ છે તેને કોઈ ન રોકી શકે નાનું અને સામાન્ય લાગતું કામ જીવનમાં ક્યારેક ખૂબ જ ઉપયોગી અને જરૂરી બની જાય છે.દરેક કાર્ય કરવાની યોગ્ય પધ્ધતી અથવા ટેકનિક ધ્યાને લેવામાં આવે તો તેમાં નિપુણતા ઝડપથી આવે.બાળકોનું ભણતરની સાથે ઘડતર પણ થવું જોઈએ એમ કરતાં કરતાં  બાળકના સર્વાંગી વિકાસ તરફ જવું છે, શિક્ષણ ની સાથે સાથે મૂલ્યલક્ષી શિક્ષણ મેળવે તે પણ અપેક્ષિત છે.આવા ઘણા બધા ઉમદા વિચારો ને સાકાર કરવાનો એક સરસ મોકો આજે લાઇફ સ્કીલ પ્રવુતિઓ માં જોવા મળ્યો.બાળમેળાના અનેરા આનંદ અને બાલદેવો ની સુંદર સક્રિયતા બાદ આજે જીવન કૌશલ્ય ની વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું.બાળવૃંદના આગોતરા આયોજન મુજબ બાળકોને ચાર જૂથમાં વહેંચવામાં આવ્યા ત્યારબાદ વિવિધ પ્રવુતિઓનું પ્રત્યક્ષીકરણ કરવામાં આવ્યું.પ્રકૃતિની ગોદમાં રહેનારા અમારા બાળકોએ પ્રકૃતિમય પોતાના વિચારો પોતાની કેટલીક પ્રવુત્તિમાં પ્રતિબિંબિત કર્યા.છોડ ફૂલ પાનમાંથી વિવિધ આકારો નામાંકન સુંદર આકૃતિઓ બનાવી.પાનમાંથી તોરણ બનાવવાથી લઈને પડિયા પતરાળાં બનાવાની મજા માણી.શાળાની દીકરીઓ રંગોળીકાર્ય, કેશગુંથણ તેમજ મહેંદી મૂકવાની સરસ પ્રવુત્તિ કરી.બાળકોને સીવણકાર્ય માટેનું મશીન સિવણની સ્કીલ કટિંગ આ બાબતો પ્રત્યક્ષ બતાવી સમજાવામાં આવી.ત્યારબાદ ટાયર પંકચર,હાવ ભરવી,વિવિધ સાધનો પણ બતાવવામાં આવ્યા.કૂકર, ગેસ રેગ્યુલેટર ઈસ્ત્રી કરવી જેવા રોજિંદા વિષયો બાબતે સમજ આપવામાં આવી.નકામી વસ્તુઓમાંથી ઉપયોગી વસ્તુ કે કઈક નવું કરવાની જિજ્ઞાસા જાગે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.પુસ્તકાલય પ્રવુત્તિ દ્વારા વિવિધ પુસ્તકોનું પ્રદર્શન તેમજ પુસ્તક સમીક્ષાઓ કરવા અંગેની સમજ અને નિદર્શન પુસ્તકાલય મંત્રી દ્વારા આપવામાં આવ્યું. બાળકો દ્વારા કરવામાં આવતી પુસ્તક સમીક્ષાના વિવિધ લેખિત નમૂનાઓ બતાવવામાં આવ્યા… સાથે સાથે પુસ્તકોનું આપણાં જીવનમાં મહત્વ  અને નિયમિત ઈતર વાચનથી આપણા ને થતા લાભ સમજાવી નવી ચોપડીઓની માહિતી આપવામાં આવી.આરોગ્ય વિભાગ ની પ્રવુત્તિમાં આરોગ્ય વિષયક વિવિધ સ્વછતા અંગેની વાસ્તવીક અને જરૂરી સમજ આપવામાં આવી પ્રવુત્તિ નિદર્શન કરવામાં આવ્યું.માટીકામ દ્વારા બાળકોએ પોતાના મનગમતા વિષયોને ચોક્કસ આકારમાં બનાવ્યા.લાઇફ સ્કીલ અંતર્ગત રામહાટ ની પ્રવુત્તિ જે શાળા કાર્યરત છે તેનું પણ સરસ રીતે બાળકો દ્વારા સંચાલન કરવામ આવ્યું.વસ્તુ ખરીદી,ગણતરી,ભાવતાલ વગેરે બાબતો સરસ રીતે બાળકોએ કરી અને લે વેચ નો આનંદ માણ્યો.આમ, આજનો દિવસ જીવન કૌશલ્યોને ઉજાગર કરતો અને    બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિ ને પ્રોત્સાહિત કરી તેમની સુષુપ્ત અને સર્જનાત્મક શક્તિઓ ખીલવવા માટે ખૂબ જ મહત્વનો સાબિત થયો.

IMG-20230819-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *