હાર્દિક કાનાબાર પ્રાચી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત બેગલેસ દિવસ ના ભાગરૂપે ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા નું આયોજન કરાયું હતું તેમજ ધો. 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવનકૌશલ્ય આધારિત બાળમેળા નું આયોજન Efforts આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા માટી કામ, રંગપુરણિ, વેસ્ટ માંથી બેસ્ટ, શણગાર, વેશભૂસા ,જેવી વગેરે પ્રવૃતિઓ કરવામા આવી હતી આ તકે ડાયેટ ગીર સોમનાથ ના પ્રાચાર્ય શ્રી પંપાણીયા સાહેબ સીઆરસી ગૌરવભાઈ મહેતા પ્રાચી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી રામસિંહભાઈ વાળા તથા શાળા ના તમામ શિક્ષક સ્ટાફે દિવસ ભર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પ્રવૃતિઓ ને બિરદાવી પ્રોત્સાહિત કરી આ કાર્યક્રમ સંપન્ન કરાયો હતો


