આજે ચલવાડા ખાતે આત્મા ખેતીવાડી અને બાગાયત ખાતા ના સંયુક્ત ઉપક્રમથી 10 ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિ ની તાલીમ યોજવામાં આવી હતી
જેમાં પ્રાકૃતિક કૃષિમાંથી જોડવાનુ અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો જેમાં આત્મા પ્રોજેક્ટ અને ખેતીવાડી અને બાગાયત ખેતી દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં શ્રી કે. એસ. પટેલ સંયુક્ત ખેતી નિયામક (વિ)મહેસાણા તથા એસ .આર .ગામી નાયબ ખેતી નિયામક પાટણ તથા એમ.એસ.પટેલ મદદનીશ ખેતી નિયામક રાધનપુર તથા મહેન્દ્રભાઈ ઠાકોર ખેતી અધિકારી રાધનપુર તથા બી.જે ચૌધરી વિસ્તરણ અધિકારી રાધનપુર તથા આર.એમ ગૌસ્વામી વિસ્તરણ અધિકારી સાંતલપુર તથા અશોકભાઈ બીટીએસ આત્મા રાધનપુર તથા ડીજે ચૌધરી ગ્રામસેવક તથા બીએમ.ચૌધરી ગ્રામ સેવક એમણે વિસ્તૃત માહિતી આપી હતી જેમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટેની માહિતી આપી હતી. ત્યારબાદ જીવામૃત નો ડેમો પ્રોજેક્ટ

બતાવવામાં આવ્યો હતો જેમાં ચલવાડા ગામમાં થી ઠાકોર અજમલજી અભાજી તથા વાઘજી ગઢવી તથા બાજુજી તથા શિવાભાઈ તથા 100 ખેડુતોએ આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી ખેતીની તાલીમ લીધી હતી ત્યારબાદ આવેલા તમામ મહેમાનોનો આભાર વિધિ ગામ ચલવાડા ડેરી મંત્રી શ્રી ઠાકોર શ્રવણજીએ કરી હતી


