Gujarat

જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજાયું

ગુજરાતના ૧૦૦ સંતોએ એક સ્વરે કહ્યું હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન હવે કોઈપણ ભોગે નહીં ચાલે

આજે ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં રાજ્યભરના સનાતન ધર્મના સાધુ-સંતો અને મહંતોનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું. જૂનાગઢના ગોરક્ષનાથ આશ્રમમાં સનાતન સાધુ-સંતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત મહાસંમેલનમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી. જૂનાગઢમાં ૧૦૦થી વધુ સનાતન સાધુ-સંતોનું સંમેલનઃ કહ્યું, તમામ સંપ્રદાય એક જ છે, દેવી-દેવતાઓનું અપમાન સાંખી નહીં લેવાય. જૂનાગઢમાં યોજાયેલા સાધુ-સંતોના સંમેલનમાં સનાતન સંરક્ષણ સમિતિની કરાઈ રચના, સંરક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે મુક્તાનંદ બાપુની નિયુક્તિ કરવામાં આવી. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો ર્નિણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા હતા, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતુ ન મૂકીને લડી લેવાના મુડમાં જાેવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ધર્મ સંમેલન યોજાયા બાદ આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગોરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંત સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર છે. સનાતન સાધુ-સંતોની હાજરીમાં આજે સનાતન ધર્મ માટે સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતના ૧૦૦થી વધારે સાધુ-સંતોએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં આવશે નહીં. સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગઈ ૫મી તારીખે લીંબડી ખાતે બેઠક મળી હતી. જેમાં વિવિધ સિમિતિઓ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવાવાનો ર્નિણય લેવાયો છે. દ્વારકા પીઠના અધ્યક્ષ શંકરાચાર્યજી સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે. ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, સનાતન એટલે હિન્દુ બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા ર્નિણયો ગૌરક્ષનાથ આશ્રમમાં પણ લેવામાં આવશે. સંત સંમેલનમાં નિજાનંદ સ્વામી મહારાજે કહ્યું કે, જ્યારે હિન્દુ સમાજ જાેકું ખાઈ જાય છે ત્યારે આપણે જાગીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયે જગાડ્યા છે. એટલે હું આ મંચ પરથી તેમનો આભાર માનીશ કે તમે અમને જગાડવાનું કામ કર્યું છે. પરંતુ હવે જગાડ્યા છે તો હવે તમે દાઝી ન જાવ એનું પણ ધ્યાન રાખજાે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કહે છે કે ૪૦૦-૫૦૦ સાધુ સંતો લઈને ગેબીનાથ મહારાજ આવ્યા હતા, આ મંચ પરથી કહું છું કે જાે કોઈ બીજા ગેબીનાથ મહારાજ જાગ્યાને તો વિદેશની ભૂમિ તમને નહીં સંઘરે. ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વાણીવિલાસની સાથે-સાથે પુસ્તકોમાં પણ ગમે તેમ લખેલું છે, વાણીવિલાસ પુસ્તકોના આધારે થઈ રહ્યો છે.

આ વાણીવિલાસ બંધ કેવી રીતે કરવો તેની આજે એક વ્યવસ્થા નક્કી કરવામાં આવશે. આજે બધા એક જ અવાજ રજૂ કરવાના છે, કોઈપણ સંપ્રદાય દ્વારા થતી સનાતધર્મની હાની સ્વીકારવામાં નહીં આવે, સનાતન ધર્મ વિશે જે કોઈ ઘસાતું કરશે તેને જડબાતોડ જવાબ આપવાની તૈયારીઓ સાથે આજે બધા એક થઈને ર્નિણય લેશે. આ મામલે ભારતી આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું હતું કે, આ કાયમી સોલ્યુસન નથી, સાળંગપુર મંદિરમાંથી ભીંતચિત્રો જ હટાવાયા છે.

અમારા ૧૧ મુદ્દામાંથી એક મુદ્દા પર જ ર્નિણય લેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડવાના પ્રયાસો થયા છે, તે ભાગ હંમેશા દૂર થાય એ અમારી માંગણી છે. એટલા માટે સનાતન ધર્મના તમામ સાધુ-સંતોનું સ્ટેન્ડ યથાવત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય મંદિરોમાં જ્યાં પણ દેવી-દેવતાઓને નીચા દેખાડવાનો પ્રયાસ થયો છે એવા ભીંતચિત્રો કે એવી મૂર્તિઓ પણ દૂર કરવી જાેઈએ.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *