Gujarat

કુકાવાવ તાલુકા નું લુણીધાર ગામ આંગણવાડી કેન્દ્ર ખાતે મિલેટ્સ વષૅ અંતર્ગત લુણીધાર સેજામાં વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ

વર્ષ 2023 ના વર્ષને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ’ તરીકે સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે ત્યારે,
મિલેટ્સ એટલે શું ?
મિલેટ્સ એટલે જાડું ધાન્ય, હલકું ધાન્ય અથવા આખું ધાન્ય. આ ધાન્યમાં મુખ્યત્વે આઠ ધાન્યનો સમાવેશ કરવામાં આવે છે
૧. બાજરી (Perl millets,
૨. કાંગ (foxtail millets)
૩. જુવાર (sorghum)
૪. રાગી (finger millets )
૫. સામો (મોરૈયો) (barn yard millets)
૬. રાજગરો.
૭. કુટ્ટુ (buck wheat)
અને
૮. કોડો (koddo)
આ આ ધાન્યો માંથી બનતી વાનગીઓની સેજા કક્ષાની સ્પર્ધા નું આયોજન લુણીધાર ગામમાં કરવામાં આવ્યું હતું. જેમાં લુણીધાર સેજાના 27 આંગણવાડી વર્કર બહેનો દ્વારા અવનવી વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં લુણીધાર ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તેમજ ICDSઘટક:-કુકાવાવ નો તમામ સ્ટાફ  તથા સીડીપીઓ મેડમ શ્રી કાશ્મીરાબેન ભટ્ટ તેમજ લુણીધાર પીએચસી ના આરોગ્ય વિભાગના તમામ સ્ટાફે હાજરી આપી હતી જેમણે લાભાર્થીઓને મિલેટ્સ ધાન્ય કેટલા પૌષ્ટિક છે અને આરોગ્ય માટે કેટલા લાભદાયક છે તે અંગેની સમજ બધાને આપી હતી. ત્યારબાદ તમામ અધિકારીશ્રીઓ દ્વારા આંગણવાડી વર્કર બહેનો દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ ટેસ્ટ કરવામાં આવી તેમજ જે વાનગીઓ આરોગ્ય અને પોષણની દ્રષ્ટિએ વધુ સારી હતી તેમને એક થી ત્રણ સુધી નંબર આપવામાં આવ્યા હતાં જેમાં
પ્રથમ નંબર:- વૈશાલીબેન રાઠોડ
દ્વિતીય નંબર:- સીધીબેન ઠાકર
દ્વિતીય નંબર :-લીનાબેન નિરંજની
તૃતીય નંબર:- ગીતાબેન જોષી
તૃતીય નંબર:- સુમિતાબેન ચાવડા
ઉપરોક્ત જણાવેલ તમામ બહેનોને પ્રથમ ત્રણ નંબર આપવામાં આવેલ અને સન્માનિત કરવામાં આવે

IMG-20230708-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *