Gujarat

ઊનાના કંસાર ચોકડી પાસેથી ગે.કા. રેતી ભરેલો ડંપર ઝડપાયો….

ઊના પંથકમાં બેફામ ગે.કા. રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે ખાણખનિજ વિભાગે ડંપરને રોકાવી તલાસી લેતા ડમ્પરમાં
ગે.કા. રેતી ભરેલી હોય ચાલક પાસે કોઇજાતની પાસ પરમીટ વગર હેરાફેરી કરતો હોવાનુ જણાતા ખનીજ વિભાગે મુદામાલ કબ્જે
કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
કંસારી ગામ નજીક ડંમ્પ નં.જીજે. ૧૮ એવી ૬૨૭૦માં ગે.કા. ખનીજ રેતી ભરી હેરાફેરી થતી હોવાની બાતમી ખાણખનિજ
વિભાગના એન વી બારડ તેમજ ડી કે ડાભીએ ઉનાના કંસારી ચોકડી પાસે વોચ ગોઠવી હોય ત્યારે રાજુલા થી ગીરગઢડા તરફ જતો
ડંમ્પરને રોકાવી ડમ્પરમાં તલાસી લેતા આ ગે.કા. ખનીજ રેતીનો મોટાપાયે જથ્થો ભરેલ ડમ્પર ચાલક પાસે કોઇજાતની પાસ પરમીટ
ન હોય ડમ્પર સહીત રૂ.૧૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરેલ હતો.

-ચોકડી-પાસેથી-ગે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *