SOG પોલીસે રૂ.16,985 નો મુદ્દામાલ કબ્જે કર્યો..
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામેથી બોટાદ એસ.ઓ.જી.પોલીસે નકલી ડોક્ટર ને ઝડપી લઈ કાર્યવાહી કરી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના ધારપીપળા ગામે પરા વિસ્તારમાં લીલાબેન ધરજીયાના મકાનમાં કલ્પેશ રમેશભાઈ ડેરવાળીયા કોઈપણ પ્રકારની ડીગ્રી વગર દવાખાનુ ચલાવે છે તેવી બાતમી મળતા રાણપુર તાલુકા હેલ્થ ઓફીસર એ.કે.ઝાઝરીકીયા ને સાથે રાખી બોટાદ એસ.ઓ.જી.ના હે.કો.શિવરાજભાઈ નટુભાઈ સહીતની ટીમ દ્રારા રેડ કરવામાં આવતા અલ્પેશ પાસે ડીગ્રી નું બોર્ડ જોવા મળ્યુ હતુ.જે બોર્ડ ગુજરાત અમદાવાદ નું હતુ.જેના આધારે મેડીકલ સ્ટોર અને ફાર્મા ક્લિનિક ચલાવવા માટેનું હોવા છતા એલોપેથી દવાની પ્રેક્ટિસ છેલ્લા 2 વર્ષથી કરતા હોય ડોક્ટર તરીકેની ઓળખ આપી ડીગ્રી ના હોવા છતા ક્લિનિક ચલાવી દવાની ટીકડીઓ,બાટલાઓ,સિરીઝ-નીડલ,સ્ટેથોસ્કોપ તથા સ્ફીગ્મોમેમો મીટર તથા મેડીકલ પ્રેક્ટિસને લગતા સામાન મળી કુલ રૂપિયા 16,985 ના મુદ્દામાલ સાથે નકલી ડોક્ટર ને ઝડપી તેની સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….