પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા પગાર વહેંચણી કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે સેવાઓ આપી રહેલા એ.જે બારૈયા વિવિધ અન્ય સ્થળો સહિત છેલ્લા ૩૫ વર્ષ સુધી ની લાંબી સરકારી સેવાઓ માં થી આજે વયનિવૃત થતાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પાવીજેતપુર ખાતે છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી અને ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો ભરતસિંહ ચૌહાણ નાં અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો વિકાસ રંજન તેમજ ઓર્થોપેડીક સર્જન ડો. વિશ્વય સોની, મેડિકલ ઓફિસર ડો.સેજલ રાઠવા તથા જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા સહિત સામુહિક આરોગ્ય કેન્દ્ર પાવીજેતપુર નાં તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૩૫ વર્ષ ની સરકારી સેવાઓ આપી વય નિવૃત થઇ રહેલા એજે બારૈયા ને વિવિધ મોમેન્ટ આપી વય નિવૃત બાદ નું તેમનું જીવન આરોગ્યપ્રદ અને સુખમયી રહે તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા એક્ષરે ટેકનિશયન અશ્વિનભાઇ રાઠવા તથા લેબ ટેકનિશયન કરણભાઈ રાઠવા એ સુંદર આયોજન કર્યું હતું જ્યારે કાર્યક્રમ નું સફળ સંચાલન સ્ટાફ બ્રધર્સ ભીમસિંગભાઈ રાઠવા એ કર્યું હતું અને એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર દિનેશભાઈ પરમાર દ્વારા આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર