બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડલ સ્કુલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના શિક્ષક યુ.એ.મનસુરીની મોડેલ સ્કૂલ ભોજવા, તા.વિરમગામ માં બદલી થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા યુ.એ.મનસુરીને સ્મૃતિચિન્હ અને જુદી જુદી ભેટો અર્પણ કરી ભાવભીની વિદાય આપી હતી. વિદાય લેતા યુ.એ.મનસુરીએ શાળાના તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર સહભાગી થયો હતો.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર