Gujarat

ખેડા જિલ્લા લીડ બેંક મેનેજરની અધ્યક્ષતામાં નાણાકીય સમાવેશન લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો 

ખેડૂતોએ ડિજિટલ દુનિયા સાથે એકરૂપ થઈને નાણાકીય વ્યવહારને પ્રાધાન્ય આપવું જોઈએ :- લીડ બેંક મેનેજર શ્રી ભરતભાઇ પરમાર
***
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનું નજીવું પ્રીમિયમ પરિવાર માટે જરૂરી આર્થિક પીઠબળ પૂરું પાડે છે
***
ખેડા જિલ્લામાં છેલ્લા ૩ માસમાં ૮૦૨૦ લોકોએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને ૨૦,૦૬૮ લોકોએ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાની લીધી પોલિસી
***
દેશમાં નાના ધંધાર્થીઓ, ઉદ્યોગકારો, ઉદ્યમીઓ (સુક્ષ્મ એકમો-માઇક્રો યુનિટ્સ)ને વ્યવસાય-ધંધો કરવા માટે નાણાકીય સહયોગ મળે અને તેઓ સામાન્ય વ્યાજદરે બેન્ક લોન મેળવીને પોતાનો વ્યવસાય વિકસાવી-વિસ્તારી શકે તે હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૮ એપ્રિલ ૨૦૧૫ના રોજ “પ્રધાનમંત્રી મુદ્રા (માઈક્રો-યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી) યોજના” લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ઉદ્યમીઓને રૂ. ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે. આજે આ યોજના અનેક ઉદ્યમીઓ માટે આધાર સમાન બની છે.
ખેડા જિલ્લામાં મુદ્રા યોજના થકી અનેક નાગરિકોના સપનાને નવી પાંખ  મળી છે. આવી જ નાણાકીય સમાવેશન (Financial Inclusion) ને પ્રોત્સાહિત કરતી અને યોજનાઓ  વિષે જાગૃતિ આપવા ખેડા જિલ્લા લીડ બેંક મેનેજર શ્રી ભરત પરમારે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના અગરવા ગામે એક જાગૃતિ કાર્યક્રમન યોજ્યો હતો.
આ કાર્યક્રમમાં એલડીએમ દ્વારા ખેડૂત મિત્રોને તથા ગ્રામવાસીઓને ભારત એક વિકસિત દેશ થવાની દિશામાં જઈ રહ્યું છે તે અંગે માહિતગાર કર્યા. તેઓએ ગ્રામવાસીઓને જી-20 વિષે માહિતી આપતા કહ્યું કે  ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે તેનાથી આવનારા સમયમાં ભારતને ઘણા લાભ થશે.
 પરમારે વધુમાં જણાવ્યું કે, ગ્રામવાસીઓને બેંકમાં રોકડ નાણાંનું લેણ – દેણ ઓછું કરી ડિજિટલ ઇન્ડિયાને સહયોગ આપી ડિજિટલ પેમેન્ટના માધ્યમોનો વપરાશ વધુ કરવા વિનંતિ કતી હતી. લાઈટબિલ ભરવા, ગ્રામ પંચાયતનો કરવેરો ભરવા,અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ કરવા ડીજીટલ પેમેન્ટ્સ કઈ રીતે ઉપયોગી છે તે અંગે માહિતી આપી હતી. સાથોસાથ ડિજિટલ પેમેન્ટ્સ દ્વારા કયા પ્રકારે લોકો ફ્રોડ કરી રહ્યા છે તેના ઉદાહરણો સાથે ગ્રામવાસીઓને કોઈ પણ વ્યક્તિને ફોન ઉપર ઓ.ટી.પી., આધારકાર્ડ,પાનકાર્ડની વિગતો ન આપવા વિનંતી કરી હતી.
લીડ બેંક મેનેજરે ગ્રામવાસીઓને  નજીવા વાર્ષિક  પ્રીમિયમ રૂ.૨૦ /-  દ્વારા મળતી કેન્દ્ર સરકારની ” પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના” વિષે માહિતગાર કર્યા અને આ યોજનાના લાભાર્થીઓને કઈ રીતે આ પોલિસી ઘરના મોભી વ્યક્તિની અકસ્માતમાં મૃત્યુ પછી જીવન નિર્વાહ કરવા તથા આર્થિક પગભેર થવામાં મદદરૂપ થઇ તે અંગેનો ખ્યાલ પણ આપ્યો હતો.
  પરમારે રૂ.૪૩૬ /- ના વાર્ષિક પ્રીમિયમવાળી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના વિષે પણ ગ્રામવાસીઓને જણાવ્યું કે, આ  યોજના થકી વ્યક્તિનું કોઈ પણ કારણોસર મૃત્યુ થાય તો તે વ્યક્તિના વારસદારને રૂ.૨,૦૦,૦૦૦/- ની સહાય મળવા પાત્ર હોય છે તેની જાણકારી આપી હતી.
આ યોજનાની ખેડા જિલ્લામાં અસર દર્શાવતા  પરમારે જણાવ્યું કે ફક્ત ૩ મહિનામાં ૫૨૦  ગ્રામપંચાયતોમાં બેંકો દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતાં. જેમાં ખેડા જિલ્લામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાકે યોજના પોલિસી ૮૦૨૦ લોકોએ અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના પોલિસી ૨૦,૦૬૮ લોકોએ  લીધી છે.
  લીડ બેંક મેનેજરે અગરવા ગામના લોકોને આ પોલિસી લેવા માટે વિનંતી કરી અને કહ્યું કે આજનો નાનું વાર્ષિક હપ્તો આવનારા સમયમાં પરિવારને એક આર્થિક સહારારૂપ સાબિત થશે.
  આ કાર્યક્રમમાં રૂડીસેટના નિયામક  લાડુરામ, બેંક ઓફ બરોડા ગ્રામીણ બ્રાન્ચ મેનેજર પ્રશાંત કુમાર, બેંક ઓફ ઇન્ડિયા ઠાસરાના બ્રાન્ચ મેનેજર  ધવલભાઇ પટેલ,  બેંક ઓફ બરોડા ઠાસરાના બ્રાન્ચ મેનેજર  આશિષ ભાઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઠાસરા બ્રાન્ચના જુનિયર એસોસિયેટ  વિજયભાઇ સોલંકી હાજર રહ્યા હતા.

IMG-20230715-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *