મકસુદ કારીગર,કઠલાલ
૧૪ ઓગષ્ટ ૨૦૨૩ ના દિવસે જવાહર નવોદય વિદ્યાલય કઠલાલ થી કઠલાલ શહેર સુધી વિદ્યાલયના બાળકો શિક્ષકો અને આચાર્ય દ્વારા એક ઝંડા રેલીનું આયોજન કરવામાં આવ્યું .બાળકો ઘણા ઉત્સાહ સાથે રેલીમાં NCC, સ્કાઉટ-ગાઈડ ,SPC અને અન્ય બાળકો દેશભક્તિના ગીતો સાથે દેશભક્તિ ના નારા થી કઠલાલ નગરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું. આચાર્ય દ્વારા કઠલાલ મધ્ય સ્થિત ગુજરાત ચરોતરના પનોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી ઝંડારેલી પરત વિદ્યાલય પહોંચી હતી.


